મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે અનોખીરીતે જન્મદિવસની ઉજવણી કરી:

મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે અનોખીરીતે જન્મદિવસની ઉજવણી કરી:
વિમાન દુર્ઘટનાના મૃતકોની યાદમાં શાંતિ યજ્ઞ અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું:

મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહજી ચૌહાણે તા.22 જૂનના રોજ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.જેમાં અમદાવાદમાં બનેલી ગોઝારા ઘટનાના હતભાગીઓના આત્માના કલ્યાણ અર્થે શાંતિ યજ્ઞ અને રક્તદાન કેમ્પ યોજયો હતો.

મહેમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહજી ચૌહાણે તેમના જન્મદિવસની ઉજવણી સમાજસેવાના કાર્ય સાથે કરી હતી.તા.22 જૂન, 2025 ના રોજ પોતાના જન્મદિવસે મહેમદાવાદ ખાત્રજ સ્થિત વિધાનસભા કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.જેમાં તા.12 જૂનના રોજ અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પાયલોટ, ક્રુ મેમ્બર સહિતના 241 લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત મેડિકલ કોલેજના તબીબો સહિત અન્ય પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા તે તમામ મૃતાત્માના આત્માની શાંતિ માટે મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહજી ચૌહાણે શાંતિ યજ્ઞ નું આયોજન કર્યું હતું.આ તમામ હતભાગીઓનો આત્માના કલ્યાણ અર્થે શાંતિ યજ્ઞ કર્યો હતો.તેમજ મૃતકના પરિવારના સભ્યોને ભગવાન શિવ આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.બીજી તરફ રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું.જેમાં સ્થાનિક નાગરિકો અને સક્રિય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.

Latest News


News Image
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ જ્ઞાન સાધના પરીક્ષામાં મહેમદાવાદ તાલુકાના 142 વિદ્યાર્થીઓની મેરીટમાં પસંદગી
પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-9 થી ધોરણ-12 સુધી અભ્યાસ દરમિયાન રૂ 94 હજારની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે
Read More
News Image
મહેમદાવાદ તાલુકા મંડલના નવા પદાધિકારીઓની નિમણુંક કરાઈ
છ ઉપપ્રમુખ,બે મહામંત્રી,છ મંત્રી અને એક કોષાધ્યક્ષ ની નિમણુંક
Read More
News Image
મહેમદાવાદ તાલુકાના 3 પ્રાથમિક શાળામાં રૂ 7 લાખના ખર્ચે એનજીઓ દ્વારા દીકરીઓ માટે સેનિટેશન બ્લોક બનાવ્યા
મહેમદાવાદ તાલુકાના જીભાઈપુરા, રતનપુરા અને હાથનોલી પ્રાથમિક શાળામાં બનાવાયા ઉદ્ઘાટન પ્રસંગે એન.જી...
Read More
News Image
મહેમદાવાદ શહેરમાં રવિશંકર મહારાજ હોલનુ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે શનિવારે લોકાર્પણ થશે
ત્રણ માળના હોલમાં પ્રથમ માળ બેન્કવેટ હોલ અને રસોડું, બીજો માળ લાયબ્રેરી અને ત્રીજા માળે ઓડિટોરિયમ બન...
Read More

Similar News


News Image
જાણીતા સાહિત્યકાર ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા મોસ્કોમાં ભારતીય સંસ્કૃતિ વિશે વ્યાખ્યાન આપશે
ભારત-રશિયા વચ્ચેના સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિશેના ‘વોલ્ગા ટુ ગંગા’ રજૂઆત કરશે
Read More
News Image
મહેમદાવાદના કાચ્છઈ માં પશુ આરોગ્ય મેળો અને પશુપાલન પ્રદર્શન યોજાયું
કાચ્છઇ દૂધ મંડળીને ગોડાઉન માટે રૂ 5 લાખની સહાય આપવામાં આવી સભાસદોને દેશી ગાયનો ઉછેર કરવા ધારાસભ્યએ આહવાન કર્યુ
Read More
News Image
મહેમદાવાદમાં અષાઢી બીજના દિવસે 12 મી રથયાત્રા નીકળશે,સપ્ત પોળમાં ભગવાન જગન્નાથજીનું મોસાળુ
સિદ્ધિવિનાયક મંદિર થી ઓપરેશન સિંદૂર થીમ આધારિત 21 કિલોમીટરની ભવ્ય રથયાત્રા નીકળશે ફિલ્મ સ્ટાર-વિક્રમ ઠાકોર,ડાયરા કલાકાર હકાભા ગઢવી અને જસ્સી દાદી ગઢવી ઉપસ્થિત રહેશે
Read More
News Image
શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ થીમ પર મહેમદાવાદ તાલુકાના 202 શાળાના આચાર્યની મિટીંગ યોજાઈ
સો ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપઆઉટ માટે આયોજન કર્યું એ ગ્રેડમાં આવેલી 9 માધ્યમિક અને 22 પ્રાથમિક શાળાના આચાર્યનુ સન્માન કર્યું
Read More