મહેમદાવાદ તાલુકાના 3 પ્રાથમિક શાળામાં રૂ 7 લાખના ખર્ચે એનજીઓ દ્વારા દીકરીઓ માટે સેનિટેશન બ્લોક બનાવ્યા

મહેમદાવાદ તાલુકાના 3 પ્રાથમિક શાળામાં રૂ 7 લાખના ખર્ચે એનજીઓ દ્વારા દીકરીઓ માટે સેનિટેશન બ્લોક બનાવ્યા
મહેમદાવાદ તાલુકાના જીભાઈપુરા, રતનપુરા અને હાથનોલી પ્રાથમિક શાળામાં બનાવાયા ઉદ્ઘાટન પ્રસંગે એન.જી.ઓ ના સીઈઓએ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છાઓ પાઠવી

સરકારની સાથે સાથે સામાજિક સંસ્થાઓ દ્વારા શિક્ષણમાં જુદી જુદી રીતે સહાય આપી સહભાગી બને છે,જે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના 3 જુદી જુદી શાળાઓમાં દીકરીઓ માટે કન્યા સેનિટેશન બ્લોક બનાવી આપવામાં આવ્યા હતા. જેનું ઉદઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું હતું.જેમાં Tresna Foundation અને TLT Turbo India Pvt Ltd દ્વારા મહેમદાવાદ તાલુકાના જીભાઈપુરા પ્રાથમિક શાળા, રતનપુરા પ્રાથમિક શાળા અને હાથનોલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી કન્યાઓ માટે સેનિટેશન બ્લોક તૈયાર કરી આપવામાં આવ્યા હતા. જેના કારણે દીકરીઓના સ્વાસ્થ્ય અને શાળામાં નિયમિત હાજરી માં નોંધપાત્ર અસર જોવા મળશે.

આ કાર્યક્રમ માં એન.જી.ઓ ના સી.ઇ.ઓ પંકજભાઈ સુહાની અને બંન્ને ફાઉન્ડેશનની સમગ્ર ટીમ સાથે મહેમદાવાદ તાલુકા ના બી.આર.સી. કો .ઓ દિપકભાઈ સુથાર અને સી.આર.સી .કો ઓ,પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પંકજભાઈ દ્વારા બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે બીઆરસી દિપકભાઈ સુથાર દ્વારા એન.જી.ઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.આ સમગ્ર શિક્ષણ પરિવાર દ્વારા ફાઉન્ડેશનની આ અદભુત સેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Latest News


News Image
શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ થીમ પર મહેમદાવાદ તાલુકાના 202 શાળાના આચાર્યની મિટીંગ યોજાઈ
સો ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપઆઉટ માટે આયોજન કર્યું એ ગ્રેડમાં આવેલી 9 માધ્યમિક અને 22 પ્રાથમિક...
Read More
News Image
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ જ્ઞાન સાધના પરીક્ષામાં મહેમદાવાદ તાલુકાના 142 વિદ્યાર્થીઓની મેરીટમાં પસંદગી
પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-9 થી ધોરણ-12 સુધી અભ્યાસ દરમિયાન રૂ 94 હજારની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે
Read More
News Image
મહેમદાવાદ તાલુકા મંડલના નવા પદાધિકારીઓની નિમણુંક કરાઈ
છ ઉપપ્રમુખ,બે મહામંત્રી,છ મંત્રી અને એક કોષાધ્યક્ષ ની નિમણુંક
Read More
News Image
મહેમદાવાદ શહેરમાં રવિશંકર મહારાજ હોલનુ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે શનિવારે લોકાર્પણ થશે
ત્રણ માળના હોલમાં પ્રથમ માળ બેન્કવેટ હોલ અને રસોડું, બીજો માળ લાયબ્રેરી અને ત્રીજા માળે ઓડિટોરિયમ બન...
Read More

Similar News


News Image
જાણીતા સાહિત્યકાર ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા મોસ્કોમાં ભારતીય સંસ્કૃતિ વિશે વ્યાખ્યાન આપશે
ભારત-રશિયા વચ્ચેના સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિશેના ‘વોલ્ગા ટુ ગંગા’ રજૂઆત કરશે
Read More
News Image
મહેમદાવાદના કાચ્છઈ માં પશુ આરોગ્ય મેળો અને પશુપાલન પ્રદર્શન યોજાયું
કાચ્છઇ દૂધ મંડળીને ગોડાઉન માટે રૂ 5 લાખની સહાય આપવામાં આવી સભાસદોને દેશી ગાયનો ઉછેર કરવા ધારાસભ્યએ આહવાન કર્યુ
Read More
News Image
મહેમદાવાદમાં અષાઢી બીજના દિવસે 12 મી રથયાત્રા નીકળશે,સપ્ત પોળમાં ભગવાન જગન્નાથજીનું મોસાળુ
સિદ્ધિવિનાયક મંદિર થી ઓપરેશન સિંદૂર થીમ આધારિત 21 કિલોમીટરની ભવ્ય રથયાત્રા નીકળશે ફિલ્મ સ્ટાર-વિક્રમ ઠાકોર,ડાયરા કલાકાર હકાભા ગઢવી અને જસ્સી દાદી ગઢવી ઉપસ્થિત રહેશે
Read More
News Image
મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે અનોખીરીતે જન્મદિવસની ઉજવણી કરી:
વિમાન દુર્ઘટનાના મૃતકોની યાદમાં શાંતિ યજ્ઞ અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું:
Read More