મહેમદાવાદ વાત્રક નદીના કિનારે આવેલા સિદ્ધિવિનાયક મંદિર થી ઓપરેશન સિંદૂર થીમ આધારિત 21 કિલોમીટરની ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા અષાઢી બીજને તા.27 જૂન ને શુક્રવારના રોજ સવારે 9:30 વાગ્યે પ્રસ્થાન થશે. આ અગાઉ સવારે 9:00 કલાકે રથયાત્રા ભ્રમણ પૂજા યોજાશે. આ રથયાત્રા નું સંચાલન 130 નિવૃત સૈનિકો દ્વારા કરવામાં આવશે.આ રથયાત્રાનું આયોજન ધર્મ રક્ષા સમિતિ અને સિદ્ધિવિનાયક સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર થીમ આ રથયાત્રાને વિશેષ બનાવવામાં આવી છે. આ થીમ હેઠળ શાંતિ, ભક્તિ અને સમાજની એકતાનો સંદેશો ફેલાવશે. આ અંગે મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઇ પુરોહિતે જણાવ્યું હતુ કે રથયાત્રા સિદ્ધિવિનાયક મંદિર થી પ્રસ્થાન કરી ખાત્રજ ગામ, ખાત્રજ ચોકડી થઈને મહેમદાવાદ શહેરમાં પ્રવેશ કરશે.