આ પ્રસંગે પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને પશુપાલન શાખા ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા કાચ્છઇ દૂધ ઉત્પાદન સહકારી મંડળીના ગોડાઉનના નવીન બાંધકામ અર્થે સહાય રૂપે રૂ 5 લાખનો ચેક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. પશુપાલન પ્રદર્શન દ્વારા પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ, પશુઓમાં રસીકરણ, આદર્શ પશુપાલન તેમજ સ્વચ્છ દૂધ ઉત્પાદન વગેરેની માહિતી સભર સાહિત્ય પશુપાલકોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેડીસીસી બેંકના પ્રતિનિધિ દ્વારા જિલ્લાની દરેક દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કુલ 100 સભાસદોને રૂ 25 હજારની લોન ૦% વ્યાજ દરે મળવા અંગે માહિતી આપી કુલ 130 અરજદારોની લોન અંગેની અરજી સ્થળ પર કરી આગળની કાર્યવાહી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડા જિલ્લા પંચાયત નડિયાદ ના નાયબ પશુપાલન નિયામક,કાચ્છઇ ગામના સરપંચ,દૂધ મંડળીના ચેરમેન તથા ગામના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.