મહેમદાવાદમાં સ્વયંસેવકોનું ભવ્ય પથ સંચલન,વિવિધ માર્ગો પર પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું

મહેમદાવાદમાં સ્વયંસેવકોનું ભવ્ય પથ સંચલન,વિવિધ માર્ગો પર પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું
રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે

મહેમદાવાદ શહેરમાં રવિવાર બપોરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ)ના શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભવ્ય પથ સંચાલન અને શસ્ત્ર પૂજનનુ આયોજન કરવામાં આવ્યું હતુ. પંથ સંચાલન મહેમદાવાદ શહેરની શેઠ. જે. એચ. સોનાવાલા હાઈસ્કૂલ થી શરૂ કરી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી નિજ સ્થળે પૂર્ણ થઇ હતી.વિવિધ માર્ગ પર પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતુ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી મહોત્સવ અંતર્ગત મહેમદાવાદમાં પથ સંચાલન અને શસ્ત્રપૂજનનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ પથ સંચલનમાં મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો જોડાયા હતા. વિજયાદશમીના દિવસે આર. એસ. એસ ની સ્થાપના થઈ હોવાથી દશેરાના દિવસે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ-1925 માં ડૉ. હેડગેવારે આર. એસ. એસની સ્થાપના કરી હતી. સંઘની સ્થાપનાના 100 વર્ષ એટલે કે શતાબ્દી વર્ષમાં પ્રવેશ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ દ્વારા વર્ષભર સામાજિક સમરસતા,નાગરિક શિષ્ટાચાર, સ્વનો ભાવ-સ્વદેશી, પર્યાવરણ અને કુટુંબ પ્રબોધન એમ પંચપ્રાણ પાંચ વિષય પર સમાજમાં વધુ જાગૃતિ આવે તે માટે કાર્ય કરીને નાગરિકોને આ સત્કાર્યમાં જોડવામાં આવશે.

આ અંગે એક સ્વયંમસેવકે જણાવ્યું હતુ કે શતાબ્દી મહોત્સવ દરમિયાન સમાજને સંગઠિત કરવા અને રાષ્ટ્રીય ભાવના કેળવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પથ સંચાલન મહેમદાવાદ શહેરની શેઠ. જે. એચ. સોનાવાલા હાઈસ્કૂલ થી શરૂ થયું હતું. આ યાત્રા મહેમદાવાદ શહેરમાં ઢાળ વિસ્તાર, ભાવસારવાડ, જવાહર બજાર સહિતના માર્ગો પરથી પસાર થઇ પુનઃ નિજ સ્થળે પૂર્ણ થઈ હતી.માર્ગ પર વિવિધ સ્થળે શહેરીજનો દ્વારા આરએસએસના કેસરી ધ્વજને પુષ્પવર્ષાથી વધાવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રાષ્ટ્રીય વિચારધારા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.

Latest News


News Image
મહેમદાવાદના વાંઠવાડી બીઆરસી ભવન ખાતે દિવ્યાંગોનો ઉમંગ કાર્યક્રમ યોજાયો
બાળકોને મીઠાઈ, ફરસાણ, બિસ્કીટ, ફટાકડા અને ગિફ્ટ આપી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી મહેમદાવાદ 117 વિદ્યા...
Read More
News Image
મહેમદાવાદ તાલુકાના સિંહુજ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
આ વિકાસ ઉત્સવમાં પ્રજાની ભાગીદારી પણ મહત્વપૂર્ણ- ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ સિંહુજ ગ્રામજનોએ ર...
Read More
News Image
મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર ખાતે ક્ષત્રિય સ્કુલ એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનો સેમિનાર યોજાયો
આદિત્ય ટ્રસ્ટ અને ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં 300 થી વધુ વિદ્ય...
Read More
News Image
મહેમદાવાદની સણસોલી પ્રાથમિક શાળામાં 515 બાળકોએ પોતાની માતા સાથે રાખીને એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું
વિદ્યાર્થીઓ વૃક્ષને જા‌ળવવાની પ્રતિજ્ઞા લીધી:સરકારી વેબપોર્ટલ પરથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા
Read More

Similar News


News Image
મહેમદાવાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં શનિવારે 2 સીટમાં ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા
ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ એ બંને બિનહરીફ થયેલ ઉમેદવાર ને અભિનંદન પાઠવ્યા હેતલબેન ચૌહાણને પહેલી વાર ભાજપ દ્વારા તાલુકા પંચાયતમાં ઉમેદવાર જાહેર કર્યા હતા
Read More
News Image
સાંસદ ખેલમહાકુંભમાં મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી શ્રી પી એન્ડ એસ પટેલ હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ ઝળક્યા
દોડ,ગોળાફેક,લાંબી કૂદમાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી હાઇસ્કુલ નું નામ રોશન કર્યું
Read More
News Image
રાજ્ય અનામત પોલીસ દળ જુથ-7 ના પોલીસ સબ ઇન્સ્પેકટર ધી ફ્રેમ ઓફ એ રીનોવડ શૂટરની પ્રસિધ્ધિ હાંસલ કરી
કોમ્પિટિશનમાં 50 મીટર રાયફલ પ્રોન પોઝીશન ઇવેન્ટમાં 597.5નો સ્કોર શૂટ કરી સતત બીજીવાર રીનોવડ શૂટર નામની ખ્યાતિ હાંસલ કરી
Read More
News Image
ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો એશિયાઈ સિંહો નિહાળી અભિભૂત થયા
વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે કરવામાં આવેલ વિવિધ વ્યવસ્થા - સુવિધાઓનું નિરીક્ષણ કર્યું : વન વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
Read More