ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે.તા.26 મી એપ્રિલે રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. તા.28 મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો ના નામો જાહેર કરતા ઉમેદવારોએ ઢોલ નગારા સાથે ફોર્મ ભર્યા હતા.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો શનિવાર (તા.11 એપ્રિલ-2026) છેલ્લો દિવસ હતો. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. સવારે 10 વાગ્યાથી ઢોલ-નગારા સાથે રેલી કાઢી ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા.આ દરમિયાન મહેમદાવાદ તાલુકાના કાચ્છઈ સીટ નંબર- 8 પર હેતલબેન ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને છાપરા સીટ નં- 4 પર થી રશ્મિકાબેન રાજકમલ પટેલ બિનહરીફ થયા હતા.કારણ કે આ સીટ પરથી બીજા કોઇ વ્યક્તિએ ફોર્મ ભર્યું ન હતુ.આ બંને ઉમેદવારો એ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી અને બંને ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી.ત્યારે હેતલબેન ચૌહાણને પહેલી વાર ભાજપ દ્વારા તાલુકા પંચાયત માં ઉમેદવાર જાહેર કર્યા હતા.આ બાદ મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણએ બંને બિનહરીફ થયેલ ઉમેદવાર ને અભિનંદન પાઠવ્યા હતા.