ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો એશિયાઈ સિંહો નિહાળી અભિભૂત થયા

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો એશિયાઈ સિંહો નિહાળી અભિભૂત થયા
વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે કરવામાં આવેલ વિવિધ વ્યવસ્થા - સુવિધાઓનું નિરીક્ષણ કર્યું : વન વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યોએ આજે સાસણ ગીર ખાતે જંગલ સફારી કરી પ્રકૃતિના ખોળે વિહરતા એશિયાઈ સિંહોને નિહાળી અભિભૂત થયા હતા. આ ઉપરાંત સિંહોના સંરક્ષણ અને સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ સંદર્ભે વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સમીક્ષા કરી હતી.

અંદાજ સમિતિના પ્રમુખ અને મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને સદસ્ય કનુભાઈ પટેલ, હર્ષદકુમાર પટેલ, ભગવાનજીભાઈ કરગટિયા, ભગાભાઈ બારડ,જયદ્રથસિંહજી પરમાર, શ્રીમતી સંગીતાબેન પાટીલ, માનસિંહજી ચૌહાણ અને અરવિંદ પટેલ આ પ્રવાસ દરમિયાન એશિયાટિક સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યની વિશેષતાઓથી અવગત થયા હતા. તેમજ એશિયાઈ સિંહોના સંરક્ષણના સંદર્ભમાં અને પ્રવાસીઓ માટે વ્યવસ્થાઓ સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને ગીર નેશનલ પાર્ક અને દેવળીયા પાર્ક ખાતે દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે ત્યારે પ્રવાસીઓ માટે કરવામાં આવેલી સુવિધાઓ સંદર્ભે જરૂરી અવલોકનો કર્યા હતા.આ પ્રસંગે વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢના ડો. રામ રતન નાલા, વન્યપ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડો. મોહનરામ, ગીર પશ્ચિમના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest News


News Image
મહેમદાવાદ તાલુકાના સિંહુજ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
આ વિકાસ ઉત્સવમાં પ્રજાની ભાગીદારી પણ મહત્વપૂર્ણ- ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ સિંહુજ ગ્રામજનોએ ર...
Read More
News Image
મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર ખાતે ક્ષત્રિય સ્કુલ એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનો સેમિનાર યોજાયો
આદિત્ય ટ્રસ્ટ અને ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં 300 થી વધુ વિદ્ય...
Read More
News Image
મહેમદાવાદની સણસોલી પ્રાથમિક શાળામાં 515 બાળકોએ પોતાની માતા સાથે રાખીને એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું
વિદ્યાર્થીઓ વૃક્ષને જા‌ળવવાની પ્રતિજ્ઞા લીધી:સરકારી વેબપોર્ટલ પરથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા
Read More
News Image
મહેમદાવાદમાં સ્વયંસેવકોનું ભવ્ય પથ સંચલન,વિવિધ માર્ગો પર પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું
રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે
Read More

Similar News


News Image
મહેમદાવાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં શનિવારે 2 સીટમાં ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા
ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ એ બંને બિનહરીફ થયેલ ઉમેદવાર ને અભિનંદન પાઠવ્યા હેતલબેન ચૌહાણને પહેલી વાર ભાજપ દ્વારા તાલુકા પંચાયતમાં ઉમેદવાર જાહેર કર્યા હતા
Read More
News Image
સાંસદ ખેલમહાકુંભમાં મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી શ્રી પી એન્ડ એસ પટેલ હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ ઝળક્યા
દોડ,ગોળાફેક,લાંબી કૂદમાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી હાઇસ્કુલ નું નામ રોશન કર્યું
Read More
News Image
રાજ્ય અનામત પોલીસ દળ જુથ-7 ના પોલીસ સબ ઇન્સ્પેકટર ધી ફ્રેમ ઓફ એ રીનોવડ શૂટરની પ્રસિધ્ધિ હાંસલ કરી
કોમ્પિટિશનમાં 50 મીટર રાયફલ પ્રોન પોઝીશન ઇવેન્ટમાં 597.5નો સ્કોર શૂટ કરી સતત બીજીવાર રીનોવડ શૂટર નામની ખ્યાતિ હાંસલ કરી
Read More
News Image
મહેમદાવાદના વાંઠવાડી બીઆરસી ભવન ખાતે દિવ્યાંગોનો ઉમંગ કાર્યક્રમ યોજાયો
બાળકોને મીઠાઈ, ફરસાણ, બિસ્કીટ, ફટાકડા અને ગિફ્ટ આપી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
Read More