મહેમદાવાદના વાંઠવાડી બીઆરસી ભવન ખાતે દિવ્યાંગોનો ઉમંગ કાર્યક્રમ યોજાયો

મહેમદાવાદના વાંઠવાડી બીઆરસી ભવન ખાતે દિવ્યાંગોનો ઉમંગ કાર્યક્રમ યોજાયો
બાળકોને મીઠાઈ, ફરસાણ, બિસ્કીટ, ફટાકડા અને ગિફ્ટ આપી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

મહેમદાવાદ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે દિવાળી નિમિતે સ્નેહ મિલન ઉમંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં 100 થી વધુ બાળકોને મીઠાઈ, ફરસાણ, બિસ્કીટ, ફટાકડા અને ગિફ્ટ વિતરણ કરવામાં આવી હતી. ત્યારે દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા દિવાળી કાર્ડ અને દીવડાથી ઉપસ્થિત મહાનુભાવો નું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

જેમાં ફટાકડા, મીઠાઈ, ફરસાણ, બિસ્કીટ, ગિફ્ટ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, વિનોદભાઈ ડાભી, વિષ્ણુભાઈ ડાભી, નિલેશ ભાઈ ચૌહાણ, સિદ્ધિ વિનાયક દેવસ્થાન ના મહંત,રસિકભાઈ પરમાર,વિપુલ ભાઈ ઠક્કર,પુનમભાઈ ડાભી, નિકુંજભાઈ પ્રજાપતિ,દિપકભાઈ સુથાર અને દાતાઓ,સ્પેશ્યલ એજ્યુકેટર તમામ, સી આર સી કો ઓ તમામ, બ્લોક સ્ટાફ તમામ તેમજ બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળકો ને દિવાળી ની શુભેચ્છાઓ આપી કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.આ સાથે સાથે દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ દિવાળી કાર્ડ અને દીવડા દ્વારા મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સમગ્ર આયોજન શિક્ષક સોશિયલ ગ્રુપ તેમજ બી આર સી ભવન દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવાળી નિમિતે મહેમદાવાદ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે સ્નેહ મિલન કાર્યક્રમ ઉમંગ છેલ્લા 8 વર્ષથી યોજવામાં આવે છે.ત્યારે ચાલુ વર્ષે પણ મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી બી. આર. સી. ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા ની જુદી જુદી શાળાના 100 થી વધુ દિવ્યાંગ બાળકો તેમના વાલીઓ સાથે હાજર રહ્યા હતા.આ પ્રસંગે બાળકોને દાતાઓના સહયોગ થકી અંદાજિત રૂ 1000 રૂપિયા ની વસ્તુઓની કીટ આપવામાં આવી હતી. જે કુલ રૂ 1,00,000 લાખની વસ્તુઓ દાતાઓ તરફથી આપવામાં આવી હતી.

Latest News


News Image
મહેમદાવાદ તાલુકાના સિંહુજ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
આ વિકાસ ઉત્સવમાં પ્રજાની ભાગીદારી પણ મહત્વપૂર્ણ- ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ સિંહુજ ગ્રામજનોએ ર...
Read More
News Image
મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર ખાતે ક્ષત્રિય સ્કુલ એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનો સેમિનાર યોજાયો
આદિત્ય ટ્રસ્ટ અને ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં 300 થી વધુ વિદ્ય...
Read More
News Image
મહેમદાવાદની સણસોલી પ્રાથમિક શાળામાં 515 બાળકોએ પોતાની માતા સાથે રાખીને એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું
વિદ્યાર્થીઓ વૃક્ષને જા‌ળવવાની પ્રતિજ્ઞા લીધી:સરકારી વેબપોર્ટલ પરથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા
Read More
News Image
મહેમદાવાદમાં સ્વયંસેવકોનું ભવ્ય પથ સંચલન,વિવિધ માર્ગો પર પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું
રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે
Read More

Similar News


News Image
મહેમદાવાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં શનિવારે 2 સીટમાં ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા
ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ એ બંને બિનહરીફ થયેલ ઉમેદવાર ને અભિનંદન પાઠવ્યા હેતલબેન ચૌહાણને પહેલી વાર ભાજપ દ્વારા તાલુકા પંચાયતમાં ઉમેદવાર જાહેર કર્યા હતા
Read More
News Image
સાંસદ ખેલમહાકુંભમાં મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી શ્રી પી એન્ડ એસ પટેલ હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ ઝળક્યા
દોડ,ગોળાફેક,લાંબી કૂદમાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી હાઇસ્કુલ નું નામ રોશન કર્યું
Read More
News Image
રાજ્ય અનામત પોલીસ દળ જુથ-7 ના પોલીસ સબ ઇન્સ્પેકટર ધી ફ્રેમ ઓફ એ રીનોવડ શૂટરની પ્રસિધ્ધિ હાંસલ કરી
કોમ્પિટિશનમાં 50 મીટર રાયફલ પ્રોન પોઝીશન ઇવેન્ટમાં 597.5નો સ્કોર શૂટ કરી સતત બીજીવાર રીનોવડ શૂટર નામની ખ્યાતિ હાંસલ કરી
Read More
News Image
ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો એશિયાઈ સિંહો નિહાળી અભિભૂત થયા
વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે કરવામાં આવેલ વિવિધ વ્યવસ્થા - સુવિધાઓનું નિરીક્ષણ કર્યું : વન વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
Read More