મહેમદાવાદની સણસોલી પ્રાથમિક શાળામાં 515 બાળકોએ પોતાની માતા સાથે રાખીને એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું

મહેમદાવાદની સણસોલી પ્રાથમિક શાળામાં 515 બાળકોએ પોતાની માતા સાથે રાખીને એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું
વિદ્યાર્થીઓ વૃક્ષને જા‌ળવવાની પ્રતિજ્ઞા લીધી:સરકારી વેબપોર્ટલ પરથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા

મહેમદાવાદ તાલુકાના સણસોલી પ્રાથમિક શાળામાં તાજેતરમાં એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.મહેમદાવાદ મત વિસ્તારના ધારાસભ્ય અર્જુનસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં 515 બાળકોએ પોતાની માતાને સાથે રાખીને વૃક્ષારોપણ કરી વૃક્ષને જાળવવાની પ્રતિજ્ઞા લીધી હતી.ત્યારે સરકારી વેબ પોર્ટલ પરથી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપેલ અભિયાન એક પેડ માં કે નામ અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સણસોલી પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના 515 બાળકો દ્વારા પોતાની માતા સાથે રાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.તેમજ એ વૃક્ષને જાળવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ તમામ બાળકોને એક પેડ માં કે નામ કાર્યક્રમ અન્વયે સરકાર દ્વારા વેબપોર્ટલ પર થી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહજી ચૌહાણ,ભીખાભાઈ પરમાર, બળદેવભાઈ પરમાર,દિનેશભાઇ પરમાર,દીપકભાઈ સુથાર, એસ એમ સી અધ્યક્ષ,કિરણસિંહ રાજપૂત, આચાર્ય,શિક્ષકો,વાલીઓ તેમના માતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર આયોજન માટે સણસોલી શાળા પરિવારને મહેમાનો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.

Latest News


News Image
મહેમદાવાદના વાંઠવાડી બીઆરસી ભવન ખાતે દિવ્યાંગોનો ઉમંગ કાર્યક્રમ યોજાયો
બાળકોને મીઠાઈ, ફરસાણ, બિસ્કીટ, ફટાકડા અને ગિફ્ટ આપી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી મહેમદાવાદ 117 વિદ્યા...
Read More
News Image
મહેમદાવાદ તાલુકાના સિંહુજ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
આ વિકાસ ઉત્સવમાં પ્રજાની ભાગીદારી પણ મહત્વપૂર્ણ- ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ સિંહુજ ગ્રામજનોએ ર...
Read More
News Image
મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર ખાતે ક્ષત્રિય સ્કુલ એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનો સેમિનાર યોજાયો
આદિત્ય ટ્રસ્ટ અને ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં 300 થી વધુ વિદ્ય...
Read More
News Image
મહેમદાવાદમાં સ્વયંસેવકોનું ભવ્ય પથ સંચલન,વિવિધ માર્ગો પર પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું
રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે
Read More

Similar News


News Image
મહેમદાવાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં શનિવારે 2 સીટમાં ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા
ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ એ બંને બિનહરીફ થયેલ ઉમેદવાર ને અભિનંદન પાઠવ્યા હેતલબેન ચૌહાણને પહેલી વાર ભાજપ દ્વારા તાલુકા પંચાયતમાં ઉમેદવાર જાહેર કર્યા હતા
Read More
News Image
સાંસદ ખેલમહાકુંભમાં મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી શ્રી પી એન્ડ એસ પટેલ હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ ઝળક્યા
દોડ,ગોળાફેક,લાંબી કૂદમાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી હાઇસ્કુલ નું નામ રોશન કર્યું
Read More
News Image
રાજ્ય અનામત પોલીસ દળ જુથ-7 ના પોલીસ સબ ઇન્સ્પેકટર ધી ફ્રેમ ઓફ એ રીનોવડ શૂટરની પ્રસિધ્ધિ હાંસલ કરી
કોમ્પિટિશનમાં 50 મીટર રાયફલ પ્રોન પોઝીશન ઇવેન્ટમાં 597.5નો સ્કોર શૂટ કરી સતત બીજીવાર રીનોવડ શૂટર નામની ખ્યાતિ હાંસલ કરી
Read More
News Image
ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો એશિયાઈ સિંહો નિહાળી અભિભૂત થયા
વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે કરવામાં આવેલ વિવિધ વ્યવસ્થા - સુવિધાઓનું નિરીક્ષણ કર્યું : વન વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
Read More